Header Ad 728*90

હેલો ( Sun Halo) શું છે?

હેલો ( Sun Halo) શું છે?

ભાવનગરના બોટાદ અને અમરેલી જિલ્લાના વિસ્તારોમાં 28-06-2020 તારીખે બપોરે 1:00 ના સમયે સૂર્ય ફરતે એક સર્કલ જોવા મળ્યું હતું. જેને ઘણા લોકોએ કૂતુહલતાથી નિહાળ્યું હતું અને રોમાંચિત થઈ ગયા હતા. ચાલો જાણીએ શું છે આ.

હેલો શું છે?

હેલો (Halo – પ્રભામંડળ) એ વાતાવરણમાં વિખેરાયેલા બરફના સ્ફટિકો સાથે પ્રકાશ (ખાસ કરીને સૂર્ય અથવા ચંદ્ર)ની આંતરક્રિયા દ્વારા ઉત્પન્ન થતી પ્રકાશીય ઘટનાઓ દર્શાવવા માટેનું નામ છે.

હેલો બનવાનું કારણ

આ ઘટના મુખ્યત્વે ચોમાસા દરમ્યાન ભેજવાળા વાતાવરણને કારણે જોવા મળે છે. ચોમાસા દરમ્યાન ઉપરી વાદળોમાં જ્યાં ભેજનું પ્રમાણ વધારે અને બરફ જેવા ઘટ્ટ સ્વરૂપે રહેલ હોય છે. આ વાદળો પવનના કારણે ૨૨ અંશે કુદરતી રીતે સૂર્યની ફરતે ઘેરાય છે. જેથી સૂર્યનો પ્રકાશ વાદળો પર પડતા જ તે પ્રીઝમની જેમ ચમક સાથે પ્રકાશનું વક્રીભવન કરે છે. બરફના સ્ફટિકો દ્વારા પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન થાય છે અને વિખેરાવાના કારણે રંગોમાં વિભાજિત થઈ શકે છે. સ્ફટિકો પ્રિઝમ અને અરીસાઓની જેમ વર્તે છે, તેમની બાજુઓ વચ્ચે પ્રકાશને વિક્ષેપિત કરે છે અને પ્રતિબિંબિત કરે છે, ખાસ દિશામાં પ્રકાશના કિરણ પૂંજને મોકલે છે. જેને કારણે સુર્યપ્રકાશની હાજરીમાં જોઈ શકાય તેવા રંગોની એક મેઘધનુષ રીંગ સૂર્યની ફરતે જોવા મળે છે. થોડો સમય પસાર થતા વાદળોની ગોઠવણમાં ફેરફાર થવાથી આ રીંગ અદ્રશ્ય થઇ જાય છે.

હેલોઝના પ્રકારો

હેલોઝના ઘણા સ્વરૂપો હોઈ શકે છે, જેમાં રંગીન અથવા સફેદ વર્તુળથી લઈને અર્ધવર્તુળાકાર વલય આકાર અને આકાશમાં નાના વર્તુળો હોય છે.

હેલોઝના સ્થાન

આમાંના ઘણા સૂર્ય અથવા ચંદ્રની નજીક દેખાય છે, પરંતુ કેટલીકવાર તેનાં વિરુદ્ધ ભાગમાં પણ જોવા મળે છે.હેલોઝ માટે જવાબદાર બરફના સ્ફટિકો સામાન્ય રીતે ઉપલા ટ્રોપોસ્ફીયર (5-10 કિ.મી.)માં સિરસ અથવા સિરોસ્ટ્રેટસ વાદળોમાં (cirrus or cirrostratus clouds) વિખેરાયેલા હોય છે, પરંતુ ઠંડા હવામાનમાં તેઓ જમીનની નજીક પણ તરતા રહે છે, જેમાં તેમને "હીરાના રજકણો" ("diamond dust") તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ફટિકોના ચોક્કસ આકાર અને દિશા પ્રભામંડળના પ્રકાર માટે જવાબદાર છે.

Post a Comment

1 Comments