Header Ad 728*90

Mistakes in Education | કંઈક તો ખામી રહી હશે ભણતરમાં.. નહિતર..

કંઈક તો ખામી રહી હશે ભણતરમાં.. નહિતર..

Mistakes In Education

 

આર્યભટ્ટના દેશમાં બાળકો ગણિતમાં નાપાસ થાય નહીં..

અને કાલિદાસને ભૂલી જઈ, શેક્સપિયર ભજવાય નહીં..

 

સુશ્રુતનાં દેશમાં સારવાર આટલી નબળી થાય નહીં.. ને..

પ્રતાપ-શિવાજી છોડીને અકબર-ઔરંગઝેબ પૂજાય નહીં..

 

ગઝલ' કંઈક તો ખામી રહી હશે ભણતરમાં.. ​​નહિતર..

દેશનો દીકરો માતૃભાષા બોલવામાં થોથવાય નહીં..

 

કંઈક તો ખામી રહી હશે ઘડતરમાં.. નહિતર..

નાનાં નાનાં સ્વાર્થ પાછળ જીવનનાં સંબંધ જોખમાય નહીં..

વસુધૈવ કુટુંબકમ્ ને બદલે, માબાપ વૃદ્ધાશ્રમ જાય નહીં..

 

દિવસ હોય કે રાત, ક્યારેય નિર્ભયા લૂંટાય નહીં.. ને..

સાત જન્મોનાં સંબંધ, એ લગ્નનો સોદો કદી થાય નહીં..

 

ગઝલ' કંઈક તો ખામી રહી હશે ઘડતરમાં.. નહિતર..

જીવનનું મૂલ્ય શૂન્ય બનાવી, આત્મહત્યા યે થાય નહીં....

 

## સંપાદિત


Post a Comment

2 Comments