Header Ad 728*90

અર્થસભર વાતો

1

દુકાળના સમયમાં એકવાર બધા ગ્રામજનોએ વરસાદ માટે પ્રાર્થના કરવાનું નક્કી કર્યું. પ્રાર્થનાના દિવસે, બધા લોકો એકઠા થયા, પરંતુ માત્ર એક જ છોકરો છત્રી લઈને આવ્યો.

સાર: શ્રધ્ધા

2

નાના બાળકને રમાડતી વખતે જ્યારે આપણે બાળકને હવામાં ઉછાળીએ, ત્યારે તે ભય વિના હસે છે.  કારણ કે તે જાણે છે કે તમે તેને પકડશો, પડવા નહી દો.

સાર: વિશ્વાસ

3

દરરોજ રાત્રે સુવા જઇએ છીએ ત્યારે આપણને બીજા દિવસે સવારે જીવંત રહેવાની કોઈ ખાતરી નથી, પરંતુ તેમ છતાં આપણે સવારે ઊઠવા એલાર્મ ગોઠવીએ છીએ.

સાર: આશા

4

આપણે ભવિષ્ય વિષે અજ્ઞાની હોવા છતાં આવતી કાલ માટેના મોટા મોટા આયોજનો કરીએ છીએ.

સાર: આત્મવિશ્વાસ

5

આપણે દુનિયામાં અસંખ્ય વેદનાઓ જોઈએ છીએ, પરંતુ તેમ છતાં આપણે લગ્ન કરીએ છીએ અને બાળકોને ઊછેરીએ છીએ.

સાર : પ્રેમ

6  

એક વૃદ્ધ વ્યક્તિના શર્ટ પર એક વાક્ય લખ્યું હતું “હું 80 વર્ષનો નથી; હું 64 વર્ષના અનુભવ સાથે 16 વર્ષનો છું”.

સાર : અભિગમ


Post a Comment

0 Comments