હવે
ઘરે બેસવાનું છે
સાપસીડી ને કોડીઓ કાઢો હવે
ઘરે બેસવાનું છે
જુના ફોટો આલ્બમ કાઢો હવે
ઘરે બેસવાનું છે
ચોપડીઓ કાઢો વાર્તા કાઢો હવે
ઘરે બેસવાનું છે
ધૂળ ખંખેરો ચટાઈની હવે
ઘરે બેસવાનું છે
રેડીઓ કાઢો ટેપરેકોર્ડર કાઢો હવે
ઘરે બેસવાનું છે
થોડી મુખ પર હસી છાપો હવે
ઘરે બેસવાનું છે
થોડો સમય નિરાંતમાં કાઢો હવે
ઘરે બેસવાનું છે
એક કલમ ને કાગળ કાઢો હવે
ઘરે બેસવાનું છે
મગજ ને જરા ઠંડુ રાખો હવે
ઘરે બેસવાનું છે
દાળભાત શાક ની આદત પાડો હવે
ઘરે બેસવાનું છે !!!
- સંકલિત


0 Comments