Header Ad 728*90

કોરોના-સંસ્કાર. By -ડૉ. નિમિત્ત ઓઝા

કોરોના-સંસ્કાર



જેમ ગર્ભ-સંસ્કાર કે અગ્નિ-સંસ્કાર હોય છેએમ આ કોરોના-સંસ્કાર છે. જિંદગીના સૌથી અમૂલ્ય પાઠ કઠણાઈઓ ભોગવીને જ શીખી શકાય છે. (અંગ્રેજીમાં કહે છે ને Learning the hard way ). 

એવું લાગે છે કે વિશ્વ એક લાંબી રજા પર છે. આટલા વર્ષોમાં આવું ક્યારેય નથી થયું. સમગ્ર વિશ્વમાં એક સાથે આટલી બધી નર્વસનેસ પહેલા ક્યારેય નથી આવી. આપણે સમાચારો સાંભળતા રહીએ છીએઅખબારો વાંચતા રહીએ છીએફેસબુક કે વોટ્સ-એપ પર પરદેશમાં રહેલા મિત્રો કે સ્વજનોના ખબર-અંતર પૂછ્યા કરીએ છીએ. આમ જોઈએ તો ‘સોશિયલ ડીસ્ટન્સીંગ’ના નામે આપણે એક-બીજાથી દૂર થઈ ગયા છીએ અને છતાં એકબીજા સાથે સતત જોડાયેલા છીએ. કોરોનાની માંદગીએ આપણને ભલે અલગ પાડી દીધા હોયપણ કોરોનાના ડરે આપણને જોડી રાખ્યા છે. ફક્ત મનુષ્યોને જકોરોનાએ માનવતાને જોડી રાખી છે.

વિઝા-બંધી હોવા છતાં પણઉડાનો રદ થવા છતાં પણલોકોના ટ્રાવેલિંગ પર રોક લાગવા છતાં પણ અલગ અલગ દેશો વચ્ચેની સરહદ ઓગળી રહી છે. કોરોના સામે લડવા માટે વિશ્વના તમામ દેશો પોતાના પર્સનલ ગ્રીવન્સીસ અને આંતરિક ઝગડાઓ ભૂલીને એક થઈ રહ્યા છે. 

કોરોનાએ આપણને પ્રતીતિ કરાવી છે કે જીવતા રહેવુંએ કેટલી મોટી ગીફ્ટ છે. આપણા શ્વાસ પ્રત્યે આપણે આટલા સભાન ક્યારેય નહોતા. આપણા દરેક શ્વાસ માટે આપણે વાતાવરણને થેન્ક-યુ કહી રહ્યા છીએ. એકબીજાની મદદ કરી રહ્યા છીએ. વી નેવર રીયલાઈઝ્ડઆપણામાં માનવતા ઉગી રહી છે યાર. વિશ્વભરના લોકો માટે આપણે પ્રાર્થનાઓ કરી રહ્યા છીએતેમના માટે આપણામાં સહાનુભૂતિકરુણા અને પ્રેમ જાગૃત થઈ રહ્યો છે. આપણે ફક્ત આપણી જ નહીંઆખા વિશ્વની ચિંતા કરી રહ્યા છીએ. ઓહરીયલી ? આપણે તો આવા નહોતા. સતત ઘરની બહાર રહીને ફક્ત આપણા જ ઘર માટે કામ કરતા અને ફક્ત આપણા જ કુટુંબનો વિચાર કરનારા આપણેહવે ફક્ત અને ફક્ત ઘરમાં જ હોવા છતાં અચાનક વિશ્વનો વિચાર કરવા લાગ્યા છીએ. આ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના કઈ રીતે આવી આપણામાં ? 

યેસવર્લ્ડ ઈકોનોમીને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. કામ-ધંધા બંધ પડ્યા છેમિટિંગ્સ કેન્સલ થઈ રહી છેબીઝનેસ ટુરકોન્ફરન્સીસકોન્સર્ટસ બધું જ બંધ છે. રોજગાર બંધ છે. શિક્ષણ બંધ છે. સોશિયલ ગેધરીંગ બંધ છે. ફક્ત એક જ વસ્તુ ચાલી રહી છે. આપણા શ્વાસ. અને બાકી તમામ વસ્તુઓની ચિંતા છોડીનેઆપણે આપણા શ્વાસને ઉજવી રહ્યા છીએ. આપણે આટલા બધા ઉદાર તો નહોતા ! કોરોના એક રીમાઈન્ડર છેજીવતા હોવાનું. એ વાતનું કે આપણે લઈ રહેલા દરેક શ્વાસ એક ચમત્કાર છેએ જ શ્વાસ જેને આપણે અત્યાર સુધી ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લીધેલા.

ધ્યાનથી સાંભળીએ તો કોરોનાનો સંદેશો બહુ જ ‘લાઉડ એન્ડ ક્લીઅર’ છે. એ કહે છે ‘Drop the non-essentials.’ જીવનમાં બિનજરૂરી વસ્તુઓની ચિંતા છોડી દો. ફક્ત એ જ વસ્તુઓની કાળજી કરો જે જીવવા માટે અનિવાર્ય છે.

ફરજીયાતપણે કુટુંબ સાથે આટલો બધો ક્વોલીટી-ટાઈમ વિતાવવા માટે આપણને કોરોના સિવાય કોણ મજબૂર કરી શકે ? મીટીંગબીઝનેસવ્યવસાયસ્ટેજ-શોકમીટમેન્ટસ બધું છોડીને ફક્ત અને ફક્ત કુટુંબ સાથે સમય ગાળવાનો વિચાર છેલ્લે આપણને ક્યારે આવેલો ? કોરોનાએ આપણને એક ચાન્સ આપ્યો છે. રીયલાઈઝેશનનો. હજુ સમય છે. જીવી લો. કુટુંબના લોકોને પ્રેમ કરી લો. દરેક્ક શ્વાસ માટે ઈશ્વરનો આભાર માની લો. 

કોરોના એક રીયલાઈઝેશન છે કે આપણે તદ્દન નશ્વરનજીવા અને તકલાદી મનુષ્યો છીએ. જે કોઈપણ સમયે ફુગ્ગાની જેમ ફૂટી શકે છે. આ સમય છે ચિંતનનો. ધીમા પડવાનો. આખું વિશ્વ અત્યારે એક એવી ઊંઘ લઈ રહ્યું છેજે ઊંઘની વિશ્વને ઘણા લાંબા સમયથી જરૂર હતી. કશુંક પામવાની દોડમાં સૌથી વધારે થાક માનવતા અને સંબંધોને લાગતો હોય છે. આ વિશ્વને આરામની જરૂર હતી. થોડા દિવસો પછી જ્યારે આ વિશ્વ આળસ મરડશે ત્યારે એક નવી ચેતનાઉર્જા અને સમજણ સાથે કામે લાગેએવો કોરોનાનો પ્રયત્ન છે.

કોરોનાએ સ્પષ્ટ રીતે ભાગલા પાડી આપ્યા છીએ. જીવવા માટે શું જરૂરી છે ? અને શું બિનજરૂરી છે ? શ્વાસઓક્સીજનઘરકુટુંબપ્રેમમિત્રોકરુણાસહાનુભૂતિસેલ્ફ-કેરચિંતન અને જીવાડવા માટે દરેક ક્ષણે ઈશ્વરનો આભાર. જીવતા રહેવા માટે આટલું જ જરૂરી છે. બાકીનું બધું જ બિનજરૂરી છે. ફક્ત આટલું જ હોવા છતાં પણ આપણે સર્વાઈવ કરી રહ્યા છીએ. અને દરરોજ સવારે આપણા ઘરમાં કોઈને ઉધરસ નથી થઈ કે તાવ નથી આવ્યો તથા એમની સાથે રહેવા માટે ઈશ્વરે આપણને વધુ એક દિવસ આપ્યો છેએ વાતનો આનંદ માણીએ છીએ. 

આ માસ-હિસ્ટેરિયાનો સમય નથી. આ માસ-રીયલાઈઝેશનનો સમય છે. જો માનવતાના ઝાડવા અત્યારે નહીં ઉગેતો કોરોના વારંવાર યાદ કરાવવા નહીં આવે. આપણે કોરોનાને ગમે તેટલી નફરત કરીએપણ હકીકત એ છે કે તેણે આપણને પ્રેમ કરતા શીખવાડી દીધું છે. આખું વિશ્વ અત્યારે સંયુક્ત રીતે એક કોમન અનુભવમાંથી પસાર થઈ રહ્યું છે. જાણે કોઈ બીજા ગ્રહમાંથી આપણા પર આક્રમણ થયું હોય અને આખી પૃથ્વી લડવા માટે એક થઈ ગઈ હોય. આવી એકતા પહેલા તો નહોતી.

એ વાત દુઃખદ છે કે કોરોનાને કારણે હજારો લોકોના જીવ જઈ રહ્યા છે પરંતુ એ આપણા કંટ્રોલમાં નથી. આપણા કંટ્રોલમાં છે કોરોના પ્રત્યે આપણો અભિગમ બદલવાનું. કોરોના આપણી મોર્ટાલીટીનુંઆપણી નશ્વરતાનું સૌથી મોટું અને સમયસર આવેલું રીમાઈન્ડર છે. ફક્ત ૦.૧૨ માઈક્રોનની સાઈઝ ધરાવતો એક વાઈરસ આપણને કેટલો મોટો પાઠ ભણાવી રહ્યો છે. એ તો કાલ સવારે ચાલ્યો જશેઅને જનજીવન ફરી પાછું નોર્મલ થઈ જશે. પણ શું ખરેખર આપણે પહેલાની જેમ જ જીવવાનું ચાલુ રાખશું ? કે આ એપિસોડમાંથી કંઈક પોઝીટીવ્સ મેળવીને આગળ વધશું ? કોરોના-સંસ્કાર આપણને શીખવે છે કે આપણે સરહદોથી ભલે વિભાજીત થયેલા હોઈએહવામાં કોઈ સરહદ નથી હોતી. આપણે દરેક જીવ એક જ વાતાવરણ અને એક જ હવા ‘શેર’ કરી રહ્યા છીએ. આપણા શ્વાસમાં ‘કોમન એર’ ભરી રહ્યા છીએ. અને કોરોના એ વાતનું સતત રીમાઈન્ડર છે કે ‘શ્વાસ લેતા રહેવુંએ કેટલી અદભૂત અને ચમત્કારિક ઘટના છે.’

કોરોના નથી ઇચ્છતું કે આપણે તેનો આભાર માનીએ. કોરોના બસ એટલું જ ઈચ્છે છે કે આપણે આપણા શ્વાસનોઆપણી સાથે રહેનારા સ્વજનોનો અને આપણને આ પ્લેનેટ-અર્થ પર મહેમાન તરીકે લઈ આવનાર અદ્રશ્ય અને છતાં અસરકારક શક્તિનો આભાર માનીએ. 

એમ સમજી લઈએકે કોરોના એ માતૃભુમીનો આપણને એક ઈશારો છે કે ‘ઈનફ ઈઝ ઈનફ’. 

-ડૉ. નિમિત્ત ઓઝા

Post a Comment

0 Comments