આ લોકડાઉનની ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટર્સ અને અન્ય કર્મચારીઓ ની સાથે
બધાને રોટલો આપનાર ખેડૂત અને પશુપાલન કરતા લોકો આજે પણ કામ ઉપર છે..અને એટલે જ
આપણે ઘરમાં સલામત છીએ.
આ "વેલ એજ્યુકેટેડ" લોકો માટે કુદરત નો એક સંદેશ છે કે, જ્યારે આખી દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે પણ એક
ખેડૂત લોકોને બચાવવા કામ કરી રહયો હતો. તો જ્યારે આ બધું નોર્મલ થઈ જાય ત્યારે એજ
ખેડૂત મુશ્કેલી માં હોય ત્યારે માત્ર સોશ્યિલ મીડિયા માં સારા મેસેજ લખવાને બદલે
એની મદદે આવજો..એને ન્યાય અપાવવા માટે..
આ મેસેજ સ્ક્રીન શોટ કરી ને સાચવજો કારણ કે એ સમય જરૂર આવશે જ્યારે
હાલ થઈ રહેલ આર્થિક નુકસાન ની ભરપાઈ કરવા "વિકાસ"ના નામે સૌથી પહેલા ખેડૂત નો જ ભોગ લેવામાં આવશે ત્યારે એજ ખેડૂત કે
પશુપાલક નિરાધાર અને લાચાર ના થઇ જાય એનું ધ્યાન રાખજો સાથે સમય આવે ત્યારે આ જગત
ના તાત નું ઋણ ચૂકવવા એની મદદે આવજો..
આપ સૌ પાસે એટલી જ અપેક્ષા કે આપ હવે સાચા
અર્થ માં ખેડૂત અને પશુપાલક નું મહત્વ સમજી શકશો.


0 Comments