Header Ad 728*90

અક્કલના ઈસ્કોતરા ! ! !


અક્કલના ઈસ્કોતરા ! ! !
(કોઇ પણ જાતની ઇમરજન્સી વગર નીકળી પડતા મૂર્ખાઓ માટે)

આખ્ખી દુનિયા ઘરમાં બેઠી ને તું રખડે બ્હાર ? 
કોરોનાથી મરવા માટે થઈ જાજે તૈયાર.
પંદરનો તું માવો(મસાલો) ખા ને પંદરસોનું થૂંકે ! 
તારા જેવાં મળી જાય તો વાયરસ એને મૂકે ?
તરત જ ચાલુ કામ કરી દે એમાં શેની વાર ? 
આખ્ખી દુનિયા ઘરમાં બેઠી ને તું રખડે બ્હાર ?
તું ય મરીશ ને તારા આખ્ખા ઘરને પણ તું મારીશ
આજુ બાજુ આખ્ખી સોસાયટીની વાટ લગાડીશ
અકકલના ઇસ્કોતરા ! શું તું હજી ન સમજ્યો સાર ? 
આખ્ખી દુનિયા ઘરમાં બેઠી ને તું રખડે બ્હાર? 

કૃષ્ણ દવે.
તા-24-3-2020

Post a Comment

0 Comments