લોકડાઉનથી લાધેલા સત્યો
- પહેલી વખત સમજાઇ રહ્યું છે કે, જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે !
- પીઝા, બર્ગર , જેવા બહારના ખોરાક અને ઠંડપીણાં કે આઈસ્ક્રીમ વિના પણ જીવી શકાય છે એ પણ જાણવા મળ્યું.
- હવે હોટલમાં ન જઈએ તો પણ ચાલી શકે એ જ્ઞાન થયું
- ખોટું ખોટું રખડવા કરતાં પોતાની જાત સાથે પણ સમય વિતાવી શકાય છે
- જેન્યુઇન લાઇફ કેટલી સસ્તી અને પરવડે તેવી આજે પણ છે !
- ખોટ્ટા ખર્ચા , કારણ વગરનો રઘવાટ, નિરર્થક ઉદ્વેગ, બહેતર ભવિષ્યની ભ્રમણા અને બેમતલબ ભાગાદોડી વગર પણ જીવી શકાય જ છે, તમે જીવી જ રહ્યાં છોને.
- ફાલતુ એકપણ પૈસો ખર્ચ કર્યા વગર પણ સરળતાથી દિવસો પસાર થઇ શકે છે !
- પહેલી વખત સમજાય રહ્યું છે કે, વોર્ડરોબ/શુઝ રેક/ડ્રેસિંગ ટેબલમાં પડેલી કેટલીય સામગ્રી નિરર્થક છે !
- ઘરને આટલી આત્મીયતાથી પહેલી વખત ફિલ કરી રહ્યાં છીએ !
- સવારે શેડયૂલ મુજબ જાગવાની કે રાતે સમયસર સુવાની જંજાળમાંથી પહેલી વખત મુક્તિ મળી છે !
- આ જ લાઇફસ્ટાઇલ રહી તો મહિનાઓ સુધી ન કમાઈએ તો પણ ઘર - રસોડું ચાલે, તેની ખાત્રી થઇ ગઇ છે !


0 Comments