હું શિક્ષક
છું, ઉપયોગી છું, અને સમ અન્ન પકાવું છું;
ગજવામાં
મૂકવા ઇચ્છનારને, દાહક થઇ ને
દઝાડું છું !
છે કર્મયોગ
સૂરજ સમાન, નિષ્ઠાથી
બળતો જાઉં છું;
અંધારું દૂર
હટાવીને, આ વિશ્વ
સિકલ અજવાળું છું !
છે
જ્ઞાનપિપાસા જીવનમાં, શીખવું છું, હું પણ શીખું છું;
પામું છું
નિત્ય નવીનતાને, નવનીત સંકલન
આપું છું !
ના ભગતનો
ગુલામ બનું, હું ભાવ
જીવનને માનું છું !
બાળક નો
પાલક થઇ સાચો, સૃષ્ટિ
ચાલકને માનું છું;
ઈશ્વર ની
આંખ ઠરે એવો, હું માનવ
ઘડવા ચાહું છું !
ના હું મજૂર, ના કારીગર, છું કલાકાર જીવન કેરા;
ગણપતિ
ઉપાસના શિક્ષણને, જીવનને ઘડતો
જાઉં છું !
-- સંકલિત
-- સંકલિત


0 Comments