Header Ad 728*90

"મત નું મહાભારત"


પાંચ હજાર વર્ષ પહેલા થયુ હતું એમ "કહેવાય છે"

હવેતો દર પાંચ વર્ષે મહાભારત થાય છે

હવે  ક્યાં કૌરવો કે પાંડવોની વાત છે

અહીં તો આ બધાની એક જ નાત છે

કોણ ભીષ્મ કોણ દ્રોણ ને ક્યાં કૃષ્ણની રાહ છે?

ઘડિમાં રંગ બદલતા કાચીંડાની અહી ભરમાર છે

ભીષ્મની પ્રતિજ્ઞા હજુ આજેય સંભળાય છે

વચનો બધાય હવે ભાષણ પૂરતા જ પળાય છે

ધર્મ કે અધર્મની હવે ક્યા આ લડાઈ છે?

કોણ કોને ઉલ્લુ બનાવે તેની  હરીફાઈ છે

દ્રૌપદીની ચીસ બહેરા કાને જઈ અથડાય છે

અહીં તો ખેંચવાની શરતે જ ચીર પુરાય છે

સાતમા કોઠા સુધી ક્યાં કોઈથી જવાય છે

અભિમન્યુ બધા પહેલા કોઠે જ હણાય છે

શિખંડી ના મહોરા પહેરી નીકળ્યા છે બધા

અસલી ચહેરો ક્યાં કોઈનો ઓળખાય છે

શંખ,ચક્ર,ગાંડિવ ને ગદા ક્યાં વપરાય છે?

હવે તો શબ્દોથી જ યુદ્ધ બધા ખેલાય છે

ખબર નહીં ક્યારે બનશે આપણું સત્ નું ભારત

બાકી અહીં તો ચાલે જ છે "મત નું મહાભારત"

#સંપાદિત

Post a Comment

0 Comments