Header Ad 728*90

ઘેરૈયા નો ઘેરો


વેણીભાઈ પુરોહિતે લખેલ "ઘેરૈયા નો ઘેરો" આજે તો ઘેરૈયા  કોને કહેવાય એ પણ નવી પેઢીને સમજાવવું પડે  એવી સ્થિતી છે.

તળપદા શબ્દો સાથે મજા પડી જાય એવી રચના...!

 

ચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ !

હોળીનો પૈસો આલો, નવાઇલાલ !

 

આજે છે રંગ રંગ હોળી, નવાઇલાલ !

આવી ઘેરૈયાની ટોળી, નવાઇલાલ !

 

ખાવાં છે સેવને ધાણી, નવાઇલાલ  !

દાણ માગે છે દાણી, નવાઇલાલ !

 

આવ્યા  નિશાળિયા દોડી, નવાઇલાલ !

શાહીની શીશીઓ ઢોળી, નવાઇલાલ !

 

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઇલાલ !

સિકલ તમારી છે ભોળી, નવાઇલાલ !

 

જૂની તે પોતડી પ્હેરી, નવાઇલાલ !

લાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ !

 

ભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ !

ભાભીએ કિમ્મત કીધી, નવાઇલાલ !

 

ઊંધી તે  પ્હેરીટોપી, નવાઇલાલ !

હસશે ગામની ગોપી, નવાઇલાલ !

 

ચશ્માની દાંડી વાંકી, નવાઇલાલ!

આંખોની આબરૂ ઢાંકી,નવાઇલાલ !

 

ચાલોને ઘેરમાં ફરશું, નવાઇલાલ !

નદીએ નાવણિયા કરશું, નવાઇલાલ !

 

કોરા રહેવાની વાત મૂકો, નવાઇલાલ!

આજે દિવસ નથી સૂકો નવાઇલાલ !

 

લાગો છો રસિયા લ્હેરી, નવાઇલાલ !

ભારે હિમ્મત તમે કીધી, નવાઇલાલ !

 

મૂછોમાં બાલ એક ધોળો, નવાઇલાલ !

કાળા કલપમાં બોળો, નવાઇલાલ  !

 

કૂવાકાંઠે તે ના જાશો, નવાઇલાલ !

જાશો તો ડાગલા થાશો, નવાઇલાલ !

 

આજે સપરમો દા’ડો, નવાઇલાલ !

લાવો ફાગણનો ફાળો. નવાઇલાલ!

 

ચકલામાં ચેતીને ચાલો, નવાઇલાલ...

હોળીનો પૈસો આલો, નવાઇલાલ !

Post a Comment

1 Comments

  1. Greate pieces. Keep posting such kind of information on your site.

    Im really impressed by your site.
    Hey there, You've performed an excellent job. I'll certainly digg it and individually suggest to my friends.
    I'm confident they will be benefited from this site.

    ReplyDelete