તુવેર સબજી (તુવેરના ટોઠા-Tuver Totha) રેસીપી
તુવેર સબજી (તુવેરના ટોઠા-Tuver Totha) રેસીપી
તુવેર સબજી (તુવેરના ટોઠા) રેસીપી - સુકા તુવેરથી બનેલી એક સ્વાદિષ્ટ
ગુજરાતી વાનગી , ટમેટા અને લીલી ડુંગળી સાથે ભારતીય મસાલાઓ તેને ઓર સ્વાદિષ્ટ બનાવે
છે.
તૈયારી સમય : 20 મિનિટ
જમવાનું
બનાવાનો સમય : 25 મિનિટ
કુલ સમય : 45 મિનિટ
લેખક : મેહુલ પટેલ
ઘટકો
સુકી તુવેર : 1 કપ
લીલી ડુંગળી
: 3 કપ,
બારીક સમારેલાં
ટામેટાં : 1 1/2 કપ,
બારીક સમારેલ
આદુ : 2 ચમચી
લસણ : 3 ચમચી
લીલા મરચાં : 2 ચમચી
તેલ : 2 ચમચી
હીંગ (હિંગ)
: 1/4 ટીસ્પૂન
રાઈના દાણા : 1 ટીસ્પૂન
જીરું : 1 ટીસ્પૂન
તમાલ પત્ર : 1પાંદડું
સુકું લાલ
મરચું : 1 ટુકડો
લાલ મરચું
પાવડર : 1/2 ટીસ્પૂન
કોથમીર
પાવડર : 2 ટીસ્પૂન
હળદર પાવડર : 1/2 ટીસ્પૂન
ગરમ મસાલા : 1 1/2 ટીસ્પૂન
લવિંગ. : 4-5
વરિયાળી, : 1/2 ટીસ્પૂન
તજ પાવડર : : 1/2 ટીસ્પૂન
પાણી : 1/2 કપ
સેવ : 1/2 કપ (વૈકલ્પિક)
મીઠું : 2 ટીસ્પૂન અથવા સ્વાદ અનુસાર
બનાવવાની રીત
તુવેર સબજી (તુવેરના ટોઠા) બનાવવાની તૈયારીઓ
1.
સૂકી તુવેરને સારી રીતે ધોઈને 6 થી 8 કલાક પાણીમાં પલાળી રાખો.
2.
ત્યારબાદ પાણીમાંથી કાઢી પ્રેશર કૂકરમાં 5 થી 7 મિનિટ સુધી પકાવો.
3.
ઢાંકણ ખોલતા પહેલા કૂકરને ઠંડુ થવા દો.
4.
તમારી આંગળીઓ વચ્ચે તુવેર દબાવીને તુવેરને બરાબર બફાઈ ગઈ છે કે નહીં તે
તપાસો.
5.
લીલી ડુંગળી અને ટામેટાંને બારીક કાપી લો.
6.
આદુ અને લસણના નાના નાના ટુકડા કરી લો.
7.
લીલા મરચાને બારીક કાપી લો.
તુવેર સબજી (તુવેરના ટોઠા) બનાવવા માટે
1.
એક જાડા તળિયાવાળા નોન-સ્ટીક પાનમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં
હીંગ, રાઈ , જીરું, સૂકું લાલ મરચું
અને તમાલપત્ર પાન નાખો.
2.
એકવાર રાઈના દાણા ફૂટી જાય એટલે તેમાં સમારેલા લીલા મરચા, આદુ અને લસણ
નાખો.
3.
20-30 સેકંડ સુધી લસણના અને આદુના ટુકડા ની સુગંધ બદલાઈ
જાય ત્યાં સુધી પકાવો.
4.
હવે સમારેલ લીલી ડુંગળી, બંને લીલા ભાગ તેમજ ડુંગળીનો ભાગ ઉમેરો.
5.
એક મિનિટ માટે લીલી ડુંગળીને સાંતળો.
6.
સમારેલા ટામેટાં ઉમેરો અને અન્ય ઘટકો સાથે સારી રીતે ભળી દો.
7.
તેમાં હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
8.
ફરીથી બધું બરાબર મિક્સ કરી લો અને હળદર ની સુગંધ બદલાઈ જાય જાય
ત્યાં સુધી 2 મિનિટ માટે રાંધવા.
9.
એકવાર ટામેટાં નરમ પડે ત્યાં સુધી બાકી રહેલા સૂકા મસાલા નાખો. લાલ
મરચું પાઉડર, કોથમીર પાવડર, ગરમ મસાલા પાવડર અને લવિંગ / વરિયાળી
/ તજ પાવડર.
10.
બધા મસાલાને સબજીમાં બરાબર મિક્સ કરો અને મસાલો ગ્રેવી સાથે બરાબર
ભળી જાય ત્યાં સુધી રાંધો.
11.
હવે બાફેલી તુવેર ડુંગળી ટમેટાની ગ્રેવીમાં ઉમેરો.
12.
બરાબર હલાવો. 1/2 કપ પાણી નાંખો અને પાણી ઓછું થાય ત્યાં સુધી
પકાવો.
13.
તુવેર
સબજી (તુવેરના ટોઠા) પીરસવા માટે તૈયાર છે.
14. તેના પર જીણી સેવ છંટકાવ કરો અને બ્રેડ, રોટલી અથવા બાજરાના રોટલા સાથે ગરમ ગરમ સર્વ કરો

0 Comments