લીલી
હળદરનું શાક(Haldar nu shak - green
turmeric sabji) મહેસાણામાં ખૂબ ફેમસ છે. શિયાળામાં લોકોના ઘરમાં
લીલી હળદરનુ શાક રોટલા જોડે ખવાય છે. પીળી અને
સફેદ આ બંને લીલી હળદરના ફાયદાઓ સરખા જ છે. ટેસ્ટમાં એકદમ સરસ એવી આ રેસિપીના હેલ્થને ફાયદા
પણ અનેક છે. લીલી હળદરનું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ
જ ગુણકારી માનવામાં આવે છે ,
તો ચાલો જોઈએ કેવી રીતે બને છે આ રેસિપી.
Serving : 5 વ્યક્તિ
તૈયારી માટે સમય : 20
મિનિટ
રાંધવા માટે સમય : 30
મિનિટ
સામગ્રી:
સૂકી ડુંગળીની પેસ્ટ : 100 ગ્રામ
ટમેટાની અધધકચરી ગ્રેવી : 100 ગ્રામ
હળદર : 100-125 ગ્રામ
લસણ : 100 ગ્રામ
ઘી : 100-125 ગ્રામ
દહીં : 100-125 ગ્રામ
આદું : 50 ગ્રામ
મરચાની પેસ્ટ : 50 ગ્રામ
લીલા વટાણા : 50 ગ્રામ
કોથમીર : 50 ગ્રામ
સમારેલ ગોળ : 50 ગ્રામ
મીઠુ : સ્વાદ અનુસાર
લાલ મરચું : સ્વાદ અનુસાર
રીત:
(1).
સૌ
પ્રથમ ઘીમાં હળદર લાલાશ પડતી થાય ત્યાં સુધી સાંતળી લેવી.
(2).
તેમાં
લસણ ઉમેરી સાંતળવું.
(3).
હવે ડુંગળીની
પેસ્ટ ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
(4).
હવે ટામેટાની
ગ્રેવી ઉમેરો અને ધીમા તાપે ગરમ કરો.
(5).
ઘી
છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા ગરમ કરો .
(6).
જરૂર
મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરો.
(7).
હવે વટાણા
અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
(8).
અને છેલ્લે
દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
(9).
કોથમીર
ઉમેરી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે લીલી હળદરનું ટેસ્ટી શાક .
બાજરી, જુવાર જેવા કોઈ પણ લોટના રોટલા જોડે આ શાક ખાવાની બહુ જ મજા આવશે.


0 Comments