👉 એકવાર એક મોટો કરચલો સમુદ્ર કિનારે પોતાની મસ્તીમાં ટહેલતો ટહેલતો ચાલતો હતો
એ થોડુંક ચાલે પછી અટકે અને પાછળ જુએ
અને પોતાનાં પદચિન્હો જોઇને બહુજ ખુશ થાય !!!!
👉 આગળ ધપતાં પોતાના પગોના નિશાનથી ઉભી થયેલી એક વિશિષ્ટ આકૃતિ જોઇને એ મનમાં બહુ હરખાતો ત્યાં અચાનક સમુદ્રનું મોજું આવ્યું અને એ નિશાન ભૂંસાઈ ગયાં ...........
👉 આ જોઇને કરચલાએ સમુદ્રને કહ્યું ------
" હે સમુદ્ર !!!! હું તો તને મને અંગત મિત્ર માનતો હતો તો પછી તે આવું શું કામ કર્યું !!!!
મેં બનાવેલા પગોના સુંદર નિશાન જ મિટાવી દીધાં તેં, તો કેવો દોસ્ત છે તું તો !!!"
આ સાંભળીને સમુદ્ર બોલ્યો -------
"જરા પાછળ ફરોને થોડે દુર જો, જો કેટલાંક માછીમારો તારા પગોના નિશાન જોઈ જોઈને તને પકડવા આવ્યા છે માટે હે મિત્ર !!!
તને કોઈ પકડી ના જાય અને ખાઈ ના લે એટલાં માટે મેં એ નિશાન મિટાવી દીધા છે !!!!"
આ સાંભળીને કરચલાની આંખમાં આંસુ આવી ગયાં, તેણે પોતાના બોલ્યા પર પસ્તાવો થતો હતો !!!!
👉 સાચેજ આપણે કેવાં છીએ કે સામેવાળાંએ આવું કેમ કર્યું તે વિચાર્યા વગર અને તેને સાંભળ્યા વગર બસ ..... તેના પર દોષારોપણ જ કરતાં હોઈએ છીએ અને આપણા મંતવ્ય મુજબ એને ખોટો સાબિત કરવાં જ મથતાં હોઈએ છીએ !!!!
કુદરતી સંકેતને આપણે સમજી શકતાં નથી !!!!
હકીકત તો એ છે કે ------દરેક સિક્કાની બે બાજુઓ હોય છે પણ આપણે સિક્કો ઉછાળતા જ નથી કે નથી આવડતું આપણને સિક્કો ઉછાળતા, આપણને આવડે છે તો માત્ર ------ દોષારોપણ કરતાં જ અને આ નક્કર વાસ્તવિકતા છે જેને સ્વીકાર્યા વગર આપણો છૂટકો નથી જ !!!!
👉 ક્થામર્મ -------- વગર વિચાર્યે કોઈના પર દોષારોપણ ના કરાય !!!!

0 Comments