Header Ad 728*90

સ્વસ્થ આહાર - સ્વસ્થ ભારત...


એક પાણીપુરીની દુકાન ઉપર મેનુ જોયું --- ખૂબ જ સરસ છે છેલ્લે સુધી વાંચજો

1) પાણીપુરી - રૂ. 10

2) Special પાણીપુરી - રૂ. 12

3) Very special પાણીપુરી - રૂ. 15.

4) Extra special પાણીપુરી - રૂ. 18.

5) Double special પાણીપુરી - રૂ. 20.

6) Sunday special પાણીપુરી - રૂ. 25 (માત્ર રવિવાર).

મેં દરેક પાણીપુરીના જુદા જુદા સ્વાદ ચકાસવા માટે દરરોજ અલગ અલગ પાણીપુરી ખાવાનું શરૂ કર્યું. . . . . પરંતુ બધી અલગ અલગ ખાધા પછી મને ખબર પડી કે દરેક પાણીપુરીનો એક જ સ્વાદ હતો. છેલ્લે દિવસે મેં તેમને સવાલ કર્યો કે બધાનો સ્વાદ એક જ હતો તો પૈસા અલગ અલગ કેમ ?

પાણીપુરી વાળાએ કહ્યું: સાદી પાણીપુરીની કિંમત. . . . રૂ. 10

Special પાણીપુરી એટલે ચમચી ધોઈને આપવામાં આવે છે ... 🍴

Very special એટલે ચમચી અને પ્લેટ બંને ધોઈને આપવામાં આવે છે ... 🍛🍴

Extra special પાણીપુરી એટલે ચમચી અને પ્લેટ સાથે પાણીપુરીને પ્લેટોમાં મૂકતા પહેલા હાથ ધોઈને પીરસવામાં આવે છે ... 👏

Double special panipuri એટલે સ્વચ્છ પીવાનાં પાણીમાં બનાવેલી આપવામાં આવે છે ... 💧

પાણીપુરી વાળાએ મારા તરફ જોયું....

 પછી મેં પૂછ્યું Sunday special શું છે?

પાણીપુરી વાળાએ કહ્યું: "Sunday... હું ન્હાઈને આઉં છું !! !!"

Post a Comment

0 Comments