જાણો
શું છે બિટકોઇન
બિટકોઈનની કિંમતોમાં
છેલ્લા કેટલાક દિવસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. હવે સવાલ થાય કે બિટકોઈન શું
છે. તેમાં કેમ લોકો રોકાણ કરે છે જાણો શું છે બિટકોઈન.
બિટોઈન એ એક
પ્રકારની ડિજિટલ કરન્સી છે. તેને ઈલેક્ટ્રોનિક રીતે બનાવાય છે. આ કોઈના હાથમાં
નહીં પણ ઈલેક્ટ્રીક પ્રકારે રાખવામાં આવે છે. આ એક અદ્રશ્ય કરન્સી છે. બિટકોઈન એક
વર્ચ્યુઅલ કરન્સી છે. જેનો કોઈ ફન્ડામેન્ટલ આધાર નથી. આ ડિજિટલ કરન્સી કોઈ કાયદાના
દાયરામાં આવતી નથી.
સ્પષ્ટ છે કે
ભારતમાં કોઈપણ સરકારી એજન્સી તેને રેગ્યુલેટ નથી કરતી. તેનો ઉપયોગ માત્રને માત્ર
સટ્ટાબાજી માટે થાય છે. અને તેને આધારે તેની કિંમતમાં વધારો-ઘટાડો થાય છે. 30
નવેમ્બરે એક બિટકોઈનની કિંમત 6 લાખ 68 હજાર હતી. પરંતુ દરેકે મિનિટે તેની કિંમત
ઉપર-નીચે થતી રહે છે.
કેટલાક દિવસો પહેલા
સાયબર એટેક થયો હતો. જે બાદ સાયબર હુમલાખોરોએ સિસ્ટમની ફાઈલોને ફરીથી અનલોક કરવા
માટે 300 ડોલર બિટકોઈનની માગ કરી હતી. બિટકોઈનનો ઉપયોગ આવી રીતે થાય છે. દૂર બેઠેલા જો કોઈનો ઓનલાઈન ઉકેલ કાઢી લે તો
તેને બિટકોઈન મળે છે. બિટકોઈનને પૈસા દ્વારા પણ ખરીદી શકાય છે. અને સતત તેની કિંમત
વધી રહી છે.
બિટકોઈન બહારના
દેશોમાં ઘણો ચાલી રહ્યો છે. પરંતુ ભારતીય રિઝર્વ બેંકે હજુ સુધી બિટકોઈનને માન્યતા
આપી નથી. પરંતુ ભારત ડિજિટલ કરન્સી લાવવાનો વિચાર કરી રહ્યું છે. સરકાર લક્ષ્મી
નામથી વર્ચ્યુઅલ કરન્સી લાવવાનો વિચાર કરી રહી છે.


0 Comments