Header Ad 728*90

આગ બુઝાવતાં અગ્નિશામક યંત્ર



આગ બુઝાવતાં અગ્નિશામક યંત્ર 

હોસ્પિટલો, થિયેટરો, રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ દીવાલમાં લટકાવેલા લાલ રંગના બાટલા જોયા હશે. આ બાટલા આગ બુઝાવવામાં ઉપયોગી થાય છે. મોટા સંકૂલોમાં ઓચિંતી આગ લાગે ત્યારે તે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય છે. આ સાધનને ફાયરએકસ્ટીડવીશર કે અગ્નિશામક યંત્ર કહે છે. દીવાલ પર તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની નોંધ પણ હોય છે. આ બાટલાનો કોઈપણ વ્યકિત સરળતાથી ઉપયોગ કરી શકે છે. તેની રચના સાદી અને સરળ છે.

અગ્નિશામકના નળાકારમાં સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ભરેલું હોય છે. તેની ટોચે નાની કાચની શીશીમાં સલ્ફયુરિક એસિડ હોય છે. ઉપયોગ કરવો હોય ત્યારે આ બાટલાને ઊંધો કરી તેની ટોચનો વાલ્વ જમીન ઉપર પછાડવાથી કાચની શીશી તૂટી જઈ સલ્ફયુરિક એસિડ સોડાના દ્રાવણમાં ભળે છે અને અચાનક જ કાર્બન ડાયોકસાઈડ વાયુ બહાર ધસી આવે છે. કાર્બન ડાયોકસાઈડ તીવ્ર ગતિથી ફુવારા સ્વરૃપે નીકળે છે અને આગને બુઝાવી દે છે.

Post a Comment

0 Comments