Header Ad 728*90

અજાયબ દરિયાઈ જીવ ઓકટોપસ


અજાયબ દરિયાઈ જીવ ઓકટોપસ 

ઓકટોપસ દરિયામાં રહેતો હાડકાં વિનાનો આઠ પગવાળો અજાયબ જીવ છે.

ઓકટોપસના ગોળાકારમાથામાંથી ચારે તરફ ફેલાઈ શકે તેવા આઠ પગ હોય છે. આઠે પગની બંને તરફ શોષક ગ્રંથિઓ હોય છે.
ઓકટોપસ ગમે તેવી સાંકડી જગ્યામાં ઘૂસી શકે છે.
ઓકટોપસના માથામાં બે ગોળાકાર આંખો અને પોપટની ચાંચ જેવી મજબૂત ચાંચ હોય છે.
ઓકટોપસને ત્રણ હૃદય હોય છે.
સૌથી મોટું ઓકટોપસ જાયન્ટ પેસિફિક ઓકટોપસ ચાર મીટરનો ઘેરાવો અને ૧૫ કિલો વજન ધરાવે છે.
ઓકટોપસ દરિયાઈ જીવોમાં બુધ્ધિશાળી જીવ છે.
ઓકટોપસ અન્ય શિકારી જળચરથી બચવા શરીરનો રંગ બદલી શકે છે.
ઓકટોપસ શિકારી પ્રાણીને ભયભીત કરવા કાળા રંગની શાહી જેવો ફૂવારો છોડી પોતાની આસપાસ કાળું વાદળ રચી ભાગી છૂટે છે.
માદા ઓકટોપસ એક સાથે બે લાખ ઇંડા મૂકે છે.
- See more at: http://m.gujaratsamachar.com/articles/display_article/zagmag/magazine-zagmag-strange-sea-creatures-okatopasa-18-march-2017#sthash.qu97MiYN.dpuf

Post a Comment

0 Comments