વિશ્વના સૌથી મોટા વિમાન બોઈંગ વિશે તમે સાંભળ્યું હશે પરંતુ આ પ્રવાસી વિમાન કરતાંય મોટું વિમાન છે. એન્જિનિયરિંગની અજાયબી કહેવાય તેવું જંગી એન્ટોનોવ-૨૨૫ માત્ર માલસમાનની હેરફેર માટે જ વપરાય છે. આ વિમાન છ લાખ કિલોગ્રામ વજનનો સામાન લઈને ૪૮૦૦ કિલોમીટરની સળંગ મુસાફરી કરી શકે છે.
રશિયાના આ વિમાનના અન્ય આંકડા પણ અધધ... છે. એન્ટોનોવની લંબાઈ ૮૪ મીટર છે. પાંખોનો ઘેરાવો ૮૮.૪ મીટર છે અને ઊંચાઈ ૧૮.૧ મીટર. તેનું કુલ વજન ૨,૮૫,૦૦૦ કિલોગ્રામ છે. આ તોતિંગ વિમાન કલાકના ૮૫૦ કિલોમીટરની ઝડપે ઊડે છે.

0 Comments