સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે. તેમાંથી ઉર્જા સાથે પ્રકાશના કિરણો પણ ચારે તરફ ફેલાય છે. પ્રકાશના કિરણો વિવિધ પ્રકારનાં હોય છે. સૂર્યપ્રકાશ સફેદ છે. પરંતુ તે સાત રંગોનો બનેલો છે. આ સાત રંગો તો માણસની નજર જોઈ શકે છે પરંતુ માણસો જોઈ ન શકે તેવા રંગના કિરણો પણ સૂર્યપ્રકાશમાં હોય છે. આપણને દેખાય છે તે છેલ્લો રંગ જાંબલી છે. જાંબલી પછી સૂર્યપ્રકાશમાં એકસ-રેના કિરણો હોય છે. અને ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે. તે આપણને દેખાતાં નથી. મધમાખી જેવા કેટલાંક જીવડાં તે જોઈ શકે છે.
અલ્ટ્રાવાયોલેટ કિરણો તીવ્ર હોય છે. તે માણસની ચામડી ઉપર પડે તો નુકસાન થાય. આંખોમાં પ્રવેશે તો પણ નુકસાન થાય. પૃથ્વી પર આવતા પ્રકાશકિરણો વચ્ચે ઓઝોન પડમાંથી પસાર થઈને આવે છે. ઓઝોનનું પડ અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે. એટલે પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણો બહુ ઓછા આવે છે. જો કે આપણા શરીરને થોડા ઘણા અલ્ટ્રાવાયોલેટ કિરણોની જરૃર પણ છે. ઉનાળાના બપોરના તીવ્ર સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો વધુ હોય છે. કાળા રંગના ગોગલ્સ આ કિરણોથી બચાવે છે.
અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગ લંબાઈ (વેવલેન્થ) સામાન્ય પ્રકાશ કરતાં ઓછી હોય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો નવ પ્રકારના હોય છે. સૌથી તીવ્ર એ પ્રકારના હોય છે. મધ્યમ તીવ્રતાના બી પ્રકારના અને તદૃન ટૂંકી વેવલેન્થના સી પ્રકારના હોય છે. પક્ષીઓ, માછલીઓ વિગેરે જોઈ શકે તે સૌથી વધુ તીવ્રતાના નિયર અલ્ટ્રાવાયોલેટ હોય છે. ત્યારબાદ મધ્યમ કક્ષાના એમયુવી. હાઈડ્રોજન લેમેન આલ્ફા અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાસ પ્રકારના ટૂંકી વેવલેન્થતા હોય છે. છેલ્લા વેકયુમ અલ્ટ્રાવાયોલેટ અને એકસ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ હોય છે. વિવિધ પ્રકારના કિરણો વાતાવરણમાં વિવિધ અસરો કરતાં હોય છે.
વિજ્ઞાાનીઓએ કૃત્રિમ અલ્ટ્રાવાયોલેટ પેદા કરવા માટે ખાસ પ્રકારના લેમ્પ બનાવ્યા છે. આ લેમ્પ દર્દીઓને શેક કરવા માટે ઉપયોગી થાય છે. પ્રકાશ વેરતા અલ્ટ્રાવાયોલેટ એલઇડી પણ બન્યાં છે. અલ્ટ્રાવાયોલેટ લેસરનો તબીબીક્ષેત્રે વ્યાપક ઉપયોગ થાય છે. આપણી ચામડીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામીન ડી બને છે. તો પ્રક્રિયામાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની મુખ્ય ભૂમિકા છેl

0 Comments