Header Ad 728*90

આ દાખલા ગણો. (દ્વિચલ સુરેખ સમીકરણ)

1.     એક લાઈબ્રેરીમાંથી ભાડેથી પુસ્તકો મેળવવાનો પ્રથમ ૩ દિવસ નો ચાર્જ નિશ્ચિત છે અને દરેક વધારાના ૧ દિવસનો ચાર્જ પણ અલગ થી  નિશ્ચિત કરેલ છે. મંથન સાત દિવસ માટે પુસ્તક લાવે છે અને 27 રૂપિયા ભાડું ચુકવે છે. હર્ષિલ પાંચ દિવસ માટે પુસ્તક લાવે છે અને 21 રૂપિયા ભાડું ચુકવે છે. તો પ્રથમ ૩ દિવસ નો નિશ્ચિત ચાર્જ  છે અને દરેક વધારાના ૧ દિવસનો ચાર્જ કેટલો હશે?
2.     એક કેમિસ્ટ પાસે બે એસિડીક દ્રાવણ છે. એક દ્રાવણની સાંદ્રતા 50% અને બીજા દ્રાવણની સાંદ્રતા 25% છે. તે આ બે દ્રાવણને મિશ્ર કરી 10 લિટર 40% એસિડીક દ્રાવણ બનાવવા માંગે છે, તો દરેક દ્રાવણ કેટલા લિટર મિશ્ર કરવું પડશે?
3.     અમૃતભાઈ એક ક્લબના સભ્ય છે. જેની દર મહિનાની સભ્ય ફી રૂપિયા 75 છે.  બીજી ક્લબ તેમને રૂપિયા 50 પ્રતિ મહિનાની સભ્ય ફી ની ઓફર આપે છે, જેથી અમૃતભાઈ થોડા મહિના પછી બીજી ક્લબના સભ્ય બને છે. જો તેમણે એક વર્ષના રૂપિયા 775 કૂલ સભ્ય ફી માટે ખર્ચ કર્યો હોય તો બંને ક્લબના કેટલા સમય (મહિના) સુધી સભ્ય રહ્યા હશે?
4.                 આંતરશાળાકીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જે સ્પર્ધાની કૂલ 203 ટીકીટનું વેચાણ થયું. શાળાના વિદ્યાર્થીઓ માટે ટીકીટનો દર રૂપિયા 1.25 અને શાળા બહારના પ્રેક્ષકો માટે ટીકીટનો દર રૂપિયા 2 રાખવામાં આવેલ. કુલ ટીકીટની આવક રૂપિયા 310 થઈ તો શાળાના વિદ્યાર્થીઓ અને શાળા બહારના પ્રેક્ષકોની સંખ્યા કેટલી હશે?


5.     બે પરિવારો એક પિકનિકનું આયોજન કરે છે. એક પરિવાર નાસ્તા માટે સફરજન લાવે છે, એક સફરજનનો ભાવ રૂપિયા 20 છે. બીજો પરિવાર નાસ્તા માટે કેળાં  લાવે છે, એક કેળાંનો ભાવ રૂપિયા 2 છે. કુલ 12 ફળ થાય છે અને રૂપિયા 96  ખર્ચ થાય છે તો સફરજન અને કેળાની સંખ્યા કેટલી હશે?
6.     આશાબેન બજારમાં ચાલતા જાય છે અને તે જ રસ્તે રિક્ષામાં પાછા આવે છે તે માટે કુલ દોઢ કલાક થાય છે. જો તેમણે બંને વાર રિક્ષાનો ઉપયોગ કર્યો હોય તો કુલ અડધો કલાક થયો હોત. એક દિવસ તે જ બજારમાં તે જ રસ્તે જતાં અને આવતાં ચાલીને જવાનું નક્કી કરે છે. તો તેમને કેટલો સમય લાગશે?(બજારમાં વિતાવેલ સમય ધ્યાનમાં લીધો નથી. રિક્ષાની ઝડપ અચળ ધારવી)
7.     હાઈવે પર બે સ્થાન A અને B વચ્ચેનું અંતર 90km  છે. એક વાહન A સ્થાનેથી અને બીજું વાહન B સ્થાનેથી મુસાફરી શરુ કરે છે. જો તેઓ જુદી જુદી ઝડપથી એક જ દિશામાં મુસાફરી કરે તો 9 કલાક પછી એક સ્થાને ભેગા થાય અને સામસામે દિશામાં મુસાફરી કરે તો 9/7 કલાક પછી એક સ્થાને ભેગા થાય તો બંને ગાડીની ઝડપ શોધો.  
તમારા જવાબો Comment માં લખો.

Post a Comment

5 Comments

  1. દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી ઉકેલ મેળવો.

    ReplyDelete
    Replies
    1. 1)®15 firs 3 day
      After 1 day®3
      3)®75club 7month
      ®50club 5 month
      4)in school spectetors 128
      Out school 75
      5)apple 4
      Banana 8
      6)2hours 30minutes
      7)fast car 40km\h
      Slow 30km\h

      Delete
    2. Mr. Rajendrakumar Vala
      All the given Answers are correct.
      Question-2 was not attempted. try it
      it is easy for you take time...

      once again thanks for you interest.

      Delete
  2. 7th nu sulution mokalo aakho dakhalo ganelo

    ReplyDelete